શહેરના વાસણામાં રહેતા વેપારીને અદાણી ગેસનું બિલ બાકી હોવાનું મેસેજ આવ્યો હતો.બિલ ન ભરે તો કનેક્શન કાપી નાખવાની ધમકી આપી હતી જેથી વેપારીએ તાત્કાલિક બિલ તો ભરી દીધું હતું. બાદમાં સાયબર ગઠિયાએ અદાણીના કર્મચારી બનીને વેપારીને લિંક પર ક્લિક કરવાનું કહેતા વેપારીએ લિંક ખોલી ન્હોતી છતાં વેપારીના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 10.12 લાખ ઉપડી ગયા હતા જે અંગે વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
વાસણામાં રહેતા 51 વર્ષીય વેપારી મેન્યુફેક્ચરીંગનું કામ કરે છે.વેપારીને અજાણ્યા નંબર અને અદાણીના ફોટો વાળા ડીપી પરથી ગેસનું બિલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો.બિલ ન ભરે તો કનેક્શન કાપી દેવાનું જણાવ્યું હતું.જેથી વેપારીએ ડરીને બિલ ભરી દીધું હતું બાદમાં અદાણીના કર્મચારી બનીને વાત કરી રહેલા ગઠિયાએ એક લિંક મોકલી લિંક ક્લિક કરી બિલ ભરવાનું કહેતા વેપારીએ ન પાડીને વાતચીત કરી ન્હોતી.જોકે દોઢ કલાકમાં જ વેપારીના ખાતામાંથી 5 લાખ રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો.
વેપારીએ બેંકમાં.જઈને એકાઉન્ટ બ્લોક કરાવ્યું ત્યારે પણ તેમના ખાતામાંથી અલગ અલગ રકમ ઉપાડવા લાગી હતી.વેપારીએ ફોન ફોર્મેટ કરી દીધો હતો.ફોન ફરીથી ચાલુ કરતા ખાતામાંથી બીજી રકમ ટ્રાન્સફર થયાના મેસેજ આવ્યા હતા.આમ.વેપારીની જાણ બહાર ખાતામાંથી 10.12 લાખ ઉપડી ગયા હતા જે અંગે વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે

