નેપાળમાં આવેલા પૂરને કારણે અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે અમદાવાદથી એક રાહત રથ નેપાળ રવાના થયો છે. મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભુદરદાસ સેવા નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી જૈન પ્રેમ ભક્તિ ગ્રુપ વાલકેશ્વર દ્વારા આ રાહત સામગ્રી મોકલવામાં આવી છે. આ રથ આજે 18 સપ્ટેમ્બર, 2026ના રોજ અમદાવાદથી નેપાળ તરફ પ્રયાણ કર્યું હતું.

ટ્રસ્ટ દ્વારા નેપાળના અસરગ્રસ્ત પરિવારો માટે ઘણી જરૂરી સામગ્રી ભેગી કરવામાં આવી છે. આ રાહત સામગ્રીમાં કાપડની બેગ, પંજાબી ડ્રેસ, મચ્છરદાની, મોટા અને નાના રેનકોટ, સાડીઓ, ધાબળા અને ગોદડીઓ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
ટ્રસ્ટે જણાવ્યું કે કુદરતી આફતના સમયે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એ સમાજની જવાબદારી છે. આ વિચારથી પ્રેરિત થઈને ટ્રસ્ટના કાર્યકરો, દાતાઓ અને સેવાભાવી લોકોના સહયોગથી આ રાહત સામગ્રી ભેગી કરીને નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે.

