International

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના નાના ભાઈનું નિધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમને શ્રદ્ધાંજલિ આપી

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના નાના ભાઈ, શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમના નિધન બાદ દુબઈએ ૧૦ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી છે. દુબઈ પોલીસ અને જાહેર સુરક્ષા વિભાગના ડેપ્યુટી ચેરમેન તરીકે સેવા આપનાર શેખ અહેમદનું સોમવાર, ૨૧ સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું.

શાસકના કાર્યાલયે જાહેરાત કરી હતી કે, શોકનો સમયગાળો તાત્કાલિક શરૂ થશે અને સમગ્ર અમીરાતમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. યુએઈ (ેંછઈ)ના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એવા શેખ મોહમ્મદે ‘ઠ‘ (ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા તેમના નાના ભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. દુબઈના ક્રાઉન પ્રિન્સ, નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે પણ તેમના કાકાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

શેખ મોહમ્મદ દ્વારા નાના ભાઈને શ્રદ્ધાંજલિ

શેખ મોહમ્મદે ‘ઠ‘ પરના તેમના સંદેશમાં તેમના ભાઈની આત્માની શાંતિ અને સ્વર્ગમાં સ્થાન માટે પ્રાર્થના કરી હતી.

“અલ્લાહ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમ પર કૃપા કરે. અલ્લાહ તમારા પર કૃપા કરે, મારા ભાઈ,” શેખ મોહમ્મદે લખ્યું. તેમણે ઉમેર્યું કે ભલે અહેમદ હવે તેમની વચ્ચે નથી, પરંતુ તેઓ તેમની પ્રાર્થનાઓ અને હૃદયમાં હંમેશા રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘ઠ‘ પર શોક વ્યક્ત કર્યો હતો.

“મહામહિમ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમના નિધનથી ખૂબ જ દુ:ખ થયું છે. સમાજની સેવા કરવાના તેમના પ્રયાસોને આવનારી પેઢીઓ યાદ રાખશે.

હું શાહી પરિવાર અને દુબઈની જનતા પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. તેમની આત્માને શાશ્વત શાંતિ મળે.”
પીએમ મોદીની પોસ્ટમાં શેખ મોહમ્મદના ‘ઠ‘ એકાઉન્ટને પણ ટેગ કરવામાં આવ્યું હતું.

૧૯૫૦માં જન્મેલા શેખ અહેમદ, દુબઈના ભૂતપૂર્વ શાસક સ્વર્ગસ્થ શેખ રાશિદ બિન સઈદ અલ મકતૂમના સૌથી નાના પુત્ર હતા.

તેમણે રોયલ મિલિટરી એકેડેમી સેન્ડહર્સ્ટમાંથી સ્નાતક થયા બાદ દુબઈના સેન્ટ્રલ મિલિટરી કમાન્ડમાં જાેડાયા હતા અને અંતે તેના કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા. તેમણે દુબઈ પોલીસ અને જાહેર સુરક્ષા વિભાગના ડેપ્યુટી ચેરમેન તરીકે પણ સેવા આપી હતી અને દુબઈના સુરક્ષા તંત્ર સાથે જાેડાયેલા વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા હતા.

શેખ અમીરાતમાં વ્યવસાય, રિયલ એસ્ટેટ અને રમતગમતની પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા હતા, જેમાં છ.ઇ.સ્. હોલ્ડિંગ અને દુબઈ રિયલ એસ્ટેટ સેન્ટરનો સમાવેશ થાય છે.

દુબઈ દ્વારા ૧૦ દિવસના સત્તાવાર શોકની જાહેરાત

શાસકના કાર્યાલયે જાહેરાત કરી હતી કે શેખ અહેમદના નિધન બાદ ૧૦ દિવસનો શોકનો સમયગાળો તાત્કાલિક શરૂ થશે. આ સમયગાળા દરમિયાન, સમગ્ર દુબઈમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

સોમવાર, ૨૧ સપ્ટેમ્બરના રોજ શેખ અહેમદના અવસાનની જાહેરાત કરવામાં આવી હતી અને શોકનો આ સમયગાળો સમગ્ર અમીરાતની સત્તાવાર પ્રતિક્રિયા રૂપે છે.