માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. જે.બી. પટેલની બદલી થઈ છે. તેમની બદલી થતાં પોલીસ સ્ટેશન પરિસરમાં એક ભાવુક વિદાય સમારંભ યોજાયો હતો. આ દરમિયાન તેમના સારા કામોને યાદ કરીને સૌએ તેમને વિદાય આપી.

આ વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, શહેરીજનો, વેપારીઓ, મીડિયાકર્મીઓ અને સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. હાજર રહેલા લોકોએ પી.આઈ. પટેલના મહત્વના યોગદાન બદલ તેમનો આભાર માન્યો.
કાર્યક્રમ દરમિયાન માણાવદરના પીએસઆઈ ડી. કે. ઝાલા અને બાંટવાના પીએસઆઈ ચુડાસમાએ પી.આઈ. પટેલની નિષ્ઠાપૂર્વક સેવાઓ અને યોગદાનની પ્રશંસા કરી. તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પી.આઈ. પટેલની ભૂમિકાને બિરદાવી.

સમગ્ર પોલીસ પરિવાર અને નાગરિકો તરફથી પી.આઈ. જે.બી. પટેલનું શાલ ઓઢાડીને અને સ્મૃતિચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું. હાજર રહેલા તમામ લોકોએ તેમની નવી નિમણૂક અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી.

