Gujarat

કાપડીયાણી પ્રાથમિક શાળામાં હેલ્પરની 2 જગ્યા માટે ભરતી

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની કાપડીયાણી પ્રાથમિક શાળા (કેન્દ્ર નં. 09) માં પીએમ પોષણ યોજના હેઠળ મદદનીશ/હેલ્પરની 2 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ નિમણૂક શૈક્ષણિક વર્ષ 2026-27 માટે કામચલાઉ ધોરણે માનદ વેતનથી કરાશે.

આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષથી ઓછી હોવી જોઈએ. ઉમેદવાર જે શાળામાં જગ્યા છે, તે જ સ્થાનિક ગામનો રહેવાસી હોવો જરૂરી છે. વિધવા, ત્યક્તા અને નિરાધાર બહેનો, આર્થિક રીતે નબળા લોકો અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને પ્રાથમિકતા મળશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ 28 સપ્ટેમ્બર 2026 સુધીમાં બરવાળા મામલતદાર કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ કચેરી સમય દરમિયાન વિનામૂલ્યે મેળવી શકાશે.

અરજી સાથે જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, છેલ્લી શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર (જો હોય તો), રેશનકાર્ડની નકલ, ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડની નકલ, જાતિ પ્રમાણપત્રની નકલ, એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રજૂ કરવાના રહેશે. વિધવા કે ત્યક્તા હોવાના કિસ્સામાં અધિકૃત અધિકારી દ્વારા અપાયેલું પ્રમાણપત્ર અથવા પુરાવા, અન્ય કોઈ લાયકાત કે અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ અને જો બીપીએલ યાદીમાં નામ હોય તો બીપીએલનો દાખલો પણ આપવાનો રહેશે.