Gujarat

લાલપુરમાં રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

લાલપુરના ચાર થાંભલાથી આગળ મુથુટ ફાઇનાન્સ પાસેની ગલીમાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. પોલીસે GJ-10-TW-7248 નંબરની બજાજ મેક્સીમા રિક્ષા રોકી હતી.

રિક્ષાની તપાસ કરતા તેમાંથી 180 MLની વિદેશી દારૂની કુલ 85 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત 17 હજાર રૂપિયા હોવાનું જણાવાયું છે.

પોલીસે દારૂનો જથ્થો અને 1.50 લાખ રૂપિયાની રિક્ષા સહિત કુલ 1.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે હુસેન ફારુકભાઈ પટેલ (ઉંમર 38)ને ઘટનાસ્થળેથી પકડી પાડ્યો હતો.

આ કેસમાં ઇરફાન તારમામદ ઘુઘાનું નામ સપ્લાયર તરીકે નોંધાયું છે, જેની ધરપકડ હજુ બાકી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(a), 98(2) અને 81 હેઠળ ગુનો દાખલ કર્યો છે.