Gujarat

સાળામાં ‘વિકસિત ભારત 2047’ પર ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા

લાલપુર તાલુકાના સાળા ગામમાં ‘વિકસિત ભારત 2047’ અને ‘સેવા અને સુશાસન’ના સંકલ્પ સાથે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. વિદ્યાર્થીઓએ તેમાં ઉત્સાહથી ભાગ લીધો.

ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પ, દેશનો વિકાસ, સ્વચ્છતા, શિક્ષણ અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર કલાત્મક અભિવ્યક્તિ રજૂ કરી. વક્તૃત્વ સ્પર્ધામાં ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્ય અંગે વિચારો વ્યક્ત કર્યા.

તુષારભાઈ માકડિયા, જયેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં તેમની ભૂમિકા અંગે જાગૃત કરવાનો હતો.

શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ હાજરી આપી ઉત્સાહ વધાર્યો. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને પ્રતિભા બતાવવાની અને દેશના ભવિષ્ય વિશે વિચારવાની પ્રેરણા મળી.