જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજે ચોમાસુ તલની પ્રથમ આવક થઈ હતી. આ સાથે તલની હરાજીનો મુહૂર્ત સોદો યોજાયો, જેમાં મણના 2251 રૂપિયાનો ભાવ બોલાયો હતો.

ખેડૂત દ્વારા લાવવામાં આવેલા તલના જથ્થાની હરાજી કરવામાં આવી હતી. પ્રથમ મુહૂર્તના આ સોદામાં સોજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝે તલની ખરીદી કરી હતી.

મણના 2251 રૂપિયાનો ભાવ મળતા યાર્ડમાં હાજર ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. ચોમાસુ સીઝનમાં તલની આવક શરૂ થતા આગામી દિવસોમાં યાર્ડમાં તલની આવક વધવાની શક્યતા છે.

