વિરમગામમાં ગણેશ મહોત્સવ દરમિયાન ‘ફિટ ઇન્ડિયા ફિટ વિરમગામ’ કાર્યક્રમ હેઠળ પાવર લિફ્ટિંગ અને વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ. ધારાસભ્ય હાર્દિક પટેલે વિજેતા ખેલાડીઓને સન્માનિત કર્યા. આ સ્પર્ધામાં વિરમગામ સહિતના પંથકમાંથી 95 પુરુષ અને 7 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

વિજેતા ખેલાડીઓને ગોલ્ડ મેડલ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર અપાયા. રામપુરા ભંકોડાની નિધિ રાજેશકુમાર શર્માએ 80 કિગ્રા કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું.

અન્ય વિજેતાઓમાં 14 વર્ષથી નીચેના 67 કિગ્રા કેટેગરીમાં અહેમદ રઝા એ. ચોપડીયાએ 222.5 કિગ્રા લિફ્ટ કરી. મહિલા કેટેગરીમાં તનિષા ચાવડા (302.5 કિગ્રા), ધ્રુવા બારોટ (280 કિગ્રા) અને નિધિ શર્મા (260 કિગ્રા) વિજેતા બન્યા. 40 વર્ષથી ઉપરના મહિલા ખેલાડીઓમાં શ્વેતા ચંપાનેરી (48 વર્ષ, 222.5 કિગ્રા) પ્રથમ રહ્યા. પુરુષ કેટેગરીમાં જીતુ કુમાર અને રેહાન સંધી પ્રથમ, શ્રીનાથ ઠક્કર બીજા ક્રમે રહ્યા. 40 વર્ષથી ઉપરના પુરુષ ખેલાડીઓમાં અજિત સિંહ (257.5 કિગ્રા) પ્રથમ, અભય બારોટ (250 કિગ્રા) બીજા અને મનજીત સિંહ (245 કિગ્રા) ત્રીજા ક્રમે રહ્યા.

