National

ભારતીય કોસ્ટ ગાર્ડની વધુ એક સરાહનીય કામ

ભારતીય કોસ્ટ ગાર્ડે પારાદીપના દરિયાકાંઠે પલટી ગયેલ વિદેશી કેમિકલ ટેન્કરને બચાવી, તેમાં સવાર ૨૩ લોકોને સુરક્ષિત બહાર કાઢયા

ભારતીય કોસ્ટ ગાર્ડે સોમવારે ઓડિશાના પારાદીપ કિનારે ૨૩ ક્રૂ સભ્યોને લઈ જતા અને અસ્થિર બનેલા એક કેમિકલ ટેન્કરને બચાવીને સમુદ્રમાં એક મોટી દુર્ઘટના ટાળી હતી. મદદ માટેનો સંદેશ (ડિસ્ટ્રેસ કોલ) મળતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડ (ૈંઝ્રય્) સક્રિય થયું અને વિદેશી જહાજને સુરક્ષિત રીતે ખેંચીને (ટો કરીને) લઈ જવામાં આવ્યું.

‘X‘ (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે, “ઈંપારાદીપ નજીક સ્ સીગલ (સ્ જીીટ્ઠખ્તેઙ્મઙ્મ ૯) તરફથી મળેલા ગંભીર કટોકટીના સંદેશ બાદ, ઈંૈંઝ્રય્જી વિશ્વાસ્તે ૯,૦૦૦ મેટ્રિક ટન પામ ઓઈલ અને ૨૩ ક્રૂ સભ્યોને લઈ જતા અસ્થિર કેમિકલ ટેન્કરને બચાવવા માટે ઝડપી અને નિર્ણાયક અભિયાન હાથ ધર્યું હતું.”

ઓપરેશનની વિગતો આપતા કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે, એક વિશેષ ‘ડેમેજ કંટ્રોલ ટીમ‘ જહાજ પર પહોંચી હતી. તેમણે બેલાસ્ટ ટેન્કમાંથી પાણી કાઢવા માટે સબમર્સિબલ પંપનો ઉપયોગ કર્યો અને નમેલા જહાજને સ્થિર કરવા માટે ક્ષતિગ્રસ્ત દરિયાઈ પાઈપલાઈનોને સીલ કરી હતી.

પ્રદૂષણ સામેની કાર્યવાહીને મજબૂત કરવા અને સતત દેખરેખ રાખવા માટે, ૈંઝ્રય્નું પ્રદૂષણ નિયંત્રણ જહાજ અને ઓફશોર પેટ્રોલ વેસલ (દરિયાઈ પેટ્રોલિંગ જહાજ) પણ તે સ્થળ તરફ રવાના કરવામાં આવ્યા હતા. ૈંઝ્રય્ના ડોર્નિયર વિમાને પુષ્ટિ કરી હતી કે તે વિસ્તારમાં જાેવા મળેલું પામ ઓઈલનું પાતળું પડ સંપૂર્ણપણે વિખેરાઈ ગયું હતું.

ૈંઝ્રય્એ કહ્યું, “જહાજ હવે સુરક્ષિત રીતે પારાદીપ તરફ ખેંચાઈ રહ્યું છે. ૈંઝ્રય્ની ટુકડીઓ સતત ચોકીદારી કરી રહી છે—જેથી ૨૪/૭ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને આપણા મહાસાગરોનું રક્ષણ થઈ શકે.”

ભારતીય કોસ્ટ ગાર્ડ એ દેશની દરિયાઈ કાયદા અમલીકરણ એજન્સી છે. તેનું કાર્ય ભારતની દરિયાઈ સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવી, દરિયાઈ સંચાર માર્ગો સુરક્ષિત રાખવા, સમુદ્રમાં કટોકટીના સમયે પ્રતિસાદ આપવો, દરિયાઈ પ્રદૂષણનો સામનો કરવો અને માનવીય સહાય પૂરી પાડવી એ છે.

આ પહેલાં, ૧૧ સપ્ટેમ્બરના રોજ, ગુજરાતમાં કંડલાના આઉટર એન્કરેજ (ર્ં્મ્) નજીક એક વેપારી જહાજ ‘સ્ફ દ્ભસ્છઠ ઈસ્ઁઈઇર્ંઇ‘ અન્ય વેપારી જહાજ ‘સ્ફ ્ઇેંઈ સ્છઇૈંદ્ગઈઇ‘ સાથે અથડાયા બાદ ભારતીય કોસ્ટ ગાર્ડે ૨૧ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ગયા મહિને, ૨૧ ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં કાર્ગો જહાજ એમવી ઓશન વિનર ડૂબી ગયા બાદ કોસ્ટ ગાર્ડે શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ૧૯૯૮માં બનેલ આ બલ્ક કેરિયર, ઓડિશાના પારાદીપ બંદરથી લગભગ ૭૧,૨૦૦ મેટ્રિક ટન આયર્ન ઓર ફાઇન લઈને ચીન ગયું હતું, તે પારાદીપથી લગભગ ૨૯૦ નોટિકલ માઇલ દૂર ડૂબી ગયું હતું. આ જહાજમાં ૨૪ ક્રૂ સભ્યો હતા, જેમાં ૨૦ ચીની નાગરિકો, એક બાંગ્લાદેશી અને ત્રણ મ્યાનમારના નાગરિકોનો સમાવેશ થાય છે.