PGVCL દ્વારા બાકીદારો સામે તવાઈ સ્વરૂપે આજે 29 સપ્ટેમ્બરથી મેગા ડીસકનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 4.32 લાખ ગ્રાહકો ડિફોલ્ટર જાહેર થયા છે. જેમની પાસેથી રૂ.207 કરોડની વસૂલાત બાકી છે.
જે અંતર્ગત રાજકોટના રૈયા રોડ સહિતના વિસ્તારોમાં વિજ બિલ ન ભરનારાઓના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ સમયે લોકોમાં આંતરિક રોસ જોવા મળી રહ્યો હતો. આ ગ્રાહકો એવા છે કે જેઓના 2 માસ કે તેથી વધુના રૂ.5000 થી રૂ.7000 ના વિજ બિલ ભરવાના બાકી છે.
રાજકોટના જામટાવર કચેરીમાં લાઈનમેન તરીકે ફરજ બજાવતા ભરત ચૌહાણે જણાવ્યું હતું કે, આજે ડિસ્કનેક્શન ડ્રાઇવ રાખવામાં આવી છે. જેના ₹5,000 થી ₹7,000 ઉપરના વીજ બિલ બાકી છે. તેમના વિજ બિલ અત્યારે ડિસ્કનેક્ટ કરવામાં આવી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે જામ ટાવર હેઠળના વિસ્તારોમાં આજે એક જ દિવસમાં 200 જેટલા વીજ કનેક્શન કાપવામાં આવશે. જેઓના રૂ.2 લાખથી વધુના બિલ બાકી છે. તેમણે કહ્યું કે, આ ડ્રાઇવ આજે આજના દિવસ પૂરતી છે. આગામી દિવસોમાં ડ્રાઇવ થશે પરંતુ તેની તારીખ હવે જાહેર થશે.

