ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલી લક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રતિભાબેન ગીરીશભાઈ શાહ ગત 21 સપ્ટેમ્બરે મકાનને તાળું મારી રાજકોટ દીકરીના ઘરે ગયા હતા. આ સમય દરમિયાન 25 સપ્ટેમ્બરની મોડી રાત્રે અજાણ્યા ત્રણ તસ્કરોએ મકાનની બારીના કાચ તોડી અને ગ્રીલ વાળીને ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.
તસ્કરો કબાટમાંથી સોના-ચાંદીના દાગીના, હીરાની ચુન્ની, ચાંદીના વાસણો, ઈમીટેશન જ્વેલરી, ઘડિયાળો અને પરફ્યુમ સહિત કુલ રૂ. 3.25 લાખની મત્તા ચોરીને નાસી છૂટ્યા હતા.
ત્રણ શખસો પૈકીના એક આરોપી રાજુ ઝડપાયો, 2 ફરાર પરત ફરેલા મકાનમાલિકે સીસીટીવી કેમેરા ચકાસતા ત્રણ શખસો કેદ થયેલા જોવા મળ્યા હતા, જેના આધારે તેમણે 28 સપ્ટેમ્બરે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટના અંગે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

