Gujarat

ઝેન જી ને પ્રમાણિક બનાવવા માટે લાયન્સ ક્લબ ધોરાજી દ્વારા ઓનેસ્ટી શોપનું આયોજન

લાયન્સ ક્લબ ધોરાજી દ્વારા સતત ૧૧ વર્ષથી બાળકોમાં પ્રમાણિકતા પ્રેક્ટીકલ વેથી ડેવલપ થાય એ માટે ગાંધી જયંતીના દિવસે એક દિવસ માટે ઓનેસ્ટી શોપ(પ્રમાણિકપણે ખરીદી) નું આયોજન કરે છે. આ શોપમાં અમારા આ વિચારને પ્રોત્સાહિત કરવા માટે પરમ પૂજ્ય ગો.108 શ્રી અભિષેક બાવા શ્રી, મોટી હવેલી પધારીને આ કાર્યનો શુભારંભ કરાવશે.

🔹જો બાળક શિક્ષિત અને બુદ્ધિશાળી હશે પરંતુ પ્રમાણિક ન હોય તો તે બાળક દ્વારા તેના પરિવાર તેમજ આપણા દેશનો સર્વાંગી વિકાસ થશે નહીં વિકસિત દેશો ની સફળતામાં ત્યાંના લોકો ની પ્રમાણિકતા તેમજ દરેક નિયમોનું પાલન કરે છે.

🔹જો શિક્ષણ અને પ્રમાણિતતા સાથે સાથે ચાલશે તો તે આપણા દેશની નવી ઊંચાઈ ઉપર લઈ જશે આપણા રાષ્ટ્રનો વિકાસ આ ઝેન જી ઉપર છે. ઈશ્વર આપણું દરેક કાર્ય જોવે છે, સારા કાર્યનું સારું અને ખરાબ કાર્યનું ખરાબ પરિણામ આપે છે. આ વાક્યને આપણે જીવનમાં ઉતારીશું તો જીવનમાં ક્યારેય પણ દુખ નહિ આવે.

🔹બાળકોને પ્રેક્ટીકલી પ્રમાણિકતા શીખવવાના શુભ ઈરાદાથી અમોએ ઓનેસ્ટી શોપ 2.0 થોડા નવા આઈડિયા સાથેનો શુભારંભ કર્યો છે. આ શોપમાં વિવિધ પ્રકારના સ્ટેશનરી આઈટમ, ડેકોરેટિવ પેન, નોટબુક, પઝલ તેમજ અન્ય આકર્ષિત વસ્તુઓ હશે જેમની કિંમત ₹5 થી 100 સુધીની હશે.

બાળકો પોતાની મેળે વસ્તુ પસંદ કરવાની અને એ મુજબનો હિસાબ જાતે કરી અને ત્યાં રાખેલા ગલ્લામાં પેમેન્ટ નાખી આપવાનું તેમની ખરીદી દરમિયાન તેમના અંતર આત્મા સિવાય કોઈ જોશે નહીં.

સ્થળ: પટેલ વિદ્યાર્થી ભવન સાંસ્કૃતિક ભવન ની બાજુમાં ધોરાજી

સમય: સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૬ સુધી

તારીખ 2/ 10 /2026 શુક્રવાર

આ શોપમાં બાળકોને માતા પિતા સાથે પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે.

પ્રોજેક્ટ ચેરમેન લાયન ભાવેશભાઈ માવાણી, પ્રમુખ લાયન રાજુભાઈ બાલધા, સેક્રેટરી લાયન હર્ષ અંટાળા ,ખજાનચી લાયન જનકભાઈ હિરપરા તેમજ સમગ્ર લાયન્સ ટીમ જહેમત ઉઠાવી રહી છે.