Gujarat

વર્ક પરમીટ અપાવવાના બહાને 30.94 લાખની છેતરપિંડી

મુંબઈની વિઝા કન્સલ્ટન્સીના માલિકો દ્વારા વર્ક પરમિટ બીજા અપાવવાના બહાને અમદાવાદની વિઝા કન્સલ્ટન્ટ એજન્સી પાસેથી રૂ. 30.94 લાખ મેળવી છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

વિદેશ જવા માંગતા વ્યક્તિઓના વર્ક પરમિટના કામ માટે ઓનલાઇન અને રોકડા રૂપિયા અમદાવાદની વિઝા કન્સલ્ટન્સી એજન્સીની મહિલાએ ચુકવ્યા હતા છતાં પણ કામગીરી ન કરી આપવામાં આવતા છેવટે તેઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અગાઉ 22.50 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા વસ્ત્રાપુર વિસ્તારમાં માનસી સર્કલ પાસે આવેલા બાલાજી એવન્યુ માં રહેતા અને પાર્થ એસોસિએટ નામથી છેલ્લા 20 વર્ષથી વિઝા કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતા રાજુલબેન ઉપાધ્યાયે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 2022માં aura aim ઓવરસીઝ કન્સલ્ટન્સી નામની કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવ કૌશલ ચુડાસમા સાથે ઓળખાણ થઈ હતી.

મુંબઈ ખાતે તેમની ઓફિસે મળવા ગયા હતા ત્યારબાદ 2025માં પાંચ ક્લાઈન્ટના ઓસ્ટ્રીયાના વર્ક પરમિટ માટે કામ આપ્યું હતું જેમાં એમ્પ્લોયમેન્ટના ખોટા દસ્તાવેજ હોવાનું કહી અને રીજેક્ટ કરી આપ્યું હતું. જે કામ માટે તેમણે અગાઉ 22.50 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા.