Gujarat

ધારાસભ્ય હેમત ખવાએ સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી

લાલપુર-જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાએ ગાંધીનગરમાં સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી. આ મુલાકાત તેમના મત વિસ્તારના લોકો અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં થઈ હતી.

ધારાસભ્યએ સિંચાઈ સંબંધિત મહત્વની રજૂઆતો કરી. તેમણે ફુલઝર નદી પર નવો ચેકડેમ બનાવવા અને સૌની યોજના હેઠળ નવા વાલ્વ લગાવવા માટે તરત સર્વે કરવાની માંગ કરી.

આ ઉપરાંત, હાલના વાલ્વમાંથી ખેડૂતોના પાક માટે જલ્દી પાણી છોડવા પણ રજૂઆત કરાઈ. ધારાસભ્ય ખવાએ કહ્યું કે તેઓ પોતાના વિસ્તારના દરેક ખેડૂત સુધી પાણી પહોંચાડવા માટે સતત કામ કરી રહ્યા છે.