Gujarat

લખતરની સર.જે.હાઈસ્કૂલ રેડ રિબન ક્વિઝમાં જિલ્લામાં પ્રથમ

લખતરની સર.જે.હાઈસ્કૂલે રેડ રિબન ક્વિઝ કોમ્પિટિશનમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સ્પર્ધા NACO અને ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી દ્વારા HIV/AIDS રોકથામ અને યુવા વર્ગમાં જાગૃતિ લાવવા માટે યોજાઈ હતી.

રેડ રિબન ક્વિઝ કોમ્પિટિશન-૨૦૨૬ અંતર્ગત સમગ્ર ભારતમાં ઓનલાઈન પરીક્ષાનું આયોજન થયું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં HIV/AIDS પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સમાજમાંથી તેના પ્રત્યેના ભેદભાવને દૂર કરવાનો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલી આ ઓનલાઈન પરીક્ષામાં સર.જે.હાઈસ્કૂલના મોરી વિશ્વરાજસિંહ જુવાનસિંહ અને મહેરીયા મીત નવઘણભાઈને સર્ટિફિકેટ મળ્યા હતા. શાળાને મેડલ આપીને સન્માનિત કરાઈ હતી. શાળાના આચાર્ય સહિત સમગ્ર પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.