International

પુતિને વડાપ્રધાન મોદીના વખાણ કર્યા; કહ્યું કે યુક્રેન યુદ્ધના પરસ્પર સ્વીકાર્ય ઉકેલો શોધવા અંગે તેમની પાસે સારા વિચારો છે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે તેઓ એવા વિશ્વ નેતાઓમાંથી એક છે જેઓ – અમારી ખૂબ સારી અને મૈત્રીપૂર્ણ તેમજ વ્યક્તિગત સારા સંબંધો હોવા છતાં – સતત યુક્રેન સંઘર્ષનો અંત લાવવા અંગે પ્રશ્ન ઉઠાવે છે અને પૂછપરછ કરે છે. પુતિને કહ્યું કે વડાપ્રધાન મોદીને પરસ્પર સ્વીકાર્ય ઉકેલો શોધવામાં ઊંડો રસ છે અને તેમની પાસે આ અંગે ખૂબ સારા વિચારો છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન મોદી તટસ્થ વલણ અપનાવે છે પરંતુ સંઘર્ષનો અંત લાવવામાં તેમને રસ છે. તેમણે કહ્યું, “મને લાગે છે કે આ વાત સીધી રીતે કહેવી મારી ફરજ છે. અને અમે વડાપ્રધાનના વિચારો માટે આભારી છીએ… શાંતિપૂર્ણ માધ્યમો દ્વારા અને શક્ય તેટલી વહેલી તકે આ સંઘર્ષનો અંત લાવવાની તેમની ઈચ્છા માટે અમે આભારી છીએ…”

પુતિને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો

રશિયાના રાષ્ટ્રપતિએ વાતચીત દ્વારા સંઘર્ષના ઉકેલ માટેના પ્રયાસો અને સતત સમર્થન બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. તેમણે ઉમેર્યું, “શાંતિપૂર્ણ માધ્યમો દ્વારા અને શક્ય તેટલી વહેલી તકે આ સંઘર્ષનો અંત લાવવાની તેમની ઈચ્છા માટે અમે આભારી છીએ.”

પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન મોદીએ વારંવાર શાંતિની અપીલ કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતે રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે સિદ્ધાંત-આધારિત અને માનવીય અભિગમ જાળવી રાખ્યો છે. વડાપ્રધાન મોદીએ ઓગસ્ટમાં જાપાનની મુલાકાત દરમિયાન ત્યાંના સમાચાર માધ્યમ ‘ધ યોમિઉરી શિમ્બુન‘ સાથેની મુલાકાતમાં આ ટિપ્પણીઓ કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત યુક્રેન સંઘર્ષ પર માનવીય વલણ ધરાવે છે

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “ભારતે આ સંઘર્ષ અંગે સિદ્ધાંત-આધારિત અને માનવીય વલણ જાળવી રાખ્યું છે, જેને રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી બંને દ્વારા સમાન રીતે આવકારવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, બંને નેતાઓએ સંઘર્ષ સંબંધિત ઘટનાક્રમ પર તેમના દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે મારી સાથે વાત કરી હતી. મેં ભારતનું સિદ્ધાંત-આધારિત અને સુસંગત વલણ ફરીથી સ્પષ્ટ કર્યું અને સંઘર્ષના ઉકેલ માટે વાતચીત અને મુત્સદ્દીગીરીને પ્રોત્સાહન આપ્યું.”

બંને દેશો વચ્ચે શાંતિના પ્રયાસોમાં ભારત કઈ ભૂમિકા ભજવી શકે છે તે અંગેના પ્રશ્નના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “મેં સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટેના અર્થપૂર્ણ પ્રયાસોને સમર્થન આપવાની ભારતની તૈયારી અગાઉ જ દર્શાવી છે. મને વિશ્વાસ છે કે મુખ્ય પક્ષકારો સહિત બંને પક્ષો સાથેના અમારા સારા સંબંધોને કારણે, અમે યુક્રેનમાં વહેલી અને કાયમી શાંતિ પુન:સ્થાપિત કરવાના પ્રયાસોને મજબૂત બનાવી શકીએ છીએ.” ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી અને વ્લાદિમીર પુતિન છેલ્લે સપ્ટેમ્બર મહિનામાં નવી દિલ્હી ખાતે યોજાયેલી ૧૮મી બ્રિક્સ (મ્ઇૈંઝ્રજી) સમિટ દરમિયાન મળ્યા હતા અને તેમણે ગાઢ વેપારી સંબંધો — જેમાં ‘આર્થિક સહયોગ કાર્યક્રમ ૨૦૩૦‘નો અમલ તેમજ માળખાગત સુવિધાઓ, ઊર્જા, ટેકનોલોજી, સંરક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રે સહયોગનો સમાવેશ થાય છે — તે અંગે ચર્ચા કરી હતી.