Gujarat

કાલાવડના અરલા ગામે 37 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

કાલાવડ તાલુકાના અરલા ગામમાં 37 વર્ષીય લાલજીભાઈ કરશનભાઈ લાંબરીયાનું હાર્ટ એટેકથી મોત થયું છે. તેઓ ટ્રેક્ટર ચલાવીને ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની.લાલજીભાઈ મગફળીનો ભૂકો ભરીને જઈ રહ્યા હતા. તે સમયે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તબિયત બગડી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. લાલજીભાઈને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા. પ્રાથમિક માહિતી મુજબ, તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.યુવાન વયે થયેલા આ અચાનક મોતથી અરલા ગામ અને પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.