Gujarat

જામનગરમાં સરકારી સસ્તા અનાજની શંકાસ્પદ હેરાફેરી ઝડપાઈ

જામનગર શહેરમાં સરકારી સસ્તા અનાજની શંકાસ્પદ હેરાફેરી ઝડપાઈ છે. સિટી ‘બી’ ડિવિઝન પોલીસે બેડી બંદર રોડ પરથી 3,000 કિલો ઘઉંનો જથ્થો પકડ્યો છે. આ કેસમાં પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. વહેલી સવારે પોલીસ ટીમ પાણાખાણ-બેડી બંદર રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે સમયે શંકાસ્પદ વાહન (GJ-10-AT-4747)ને રોકી તપાસ કરાઈ. વાહનમાંથી 3,000 કિલો ઘઉં મળતા પોલીસે કાર્યવાહી કરી.

પોલીસે BNSSની કલમ 35(1)(e) હેઠળ શબીર જુસબભાઈ શેખ (50), અબ્બાસ વલીમામદ જેડા (38), અબ્દુલ વલીમોહમ્મદ જેડા (50), આબીદ અબ્દુલ જેડા (28) અને ઈકબાલ અબ્દુલ કમોરા (33)ની અટકાયત કરી. આ બધા બેડી વિસ્તારના રહેવાસી છે. પોલીસે ઘઉં અને વાહન સહિત કુલ 6,15,520 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.