Gujarat

જંગલેશ્વરમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સામે જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી પ્રૌઢની હત્યા નિપજાવવા કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બે અને ભક્તિનગર પોલીસે ત્રણ મળી કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડી તમામને ઘટના સ્થળ પર લઇ જઈ રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.

આ સમયે પીઆઇ પરમાર દ્વારા ઉપસ્થિત લોકોને ટકોર કરવામાં આવી હતી કે, અહીંયા કોઈ ડોન નથી ગુનો કરશે એની આ જ હાલત થશે. ઉલ્લેખનીય છે કે આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપીઓ પૈકી એક આરોપી શાહ નવાઝ કુખ્યાત મૂર્ઘા ગેંગનો સાગરીત હોવાનું અને તાજેતરમાં ગત 29 તારીખના રોજ ગુજસીટોકના ગુનામાં જામીન મેળવી જેલમાંથી બહાર આવ્યો હોવાથી તેમના જામીન રદ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લોખંડના પાઇપ વડે માર મારી હત્યા નિપજાવવામાં આવી રાજકોટ એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 3 ઓક્ટોબરના રોજ એક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં આરોપીઓ દ્વારા ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી લોધીની લોખંડના પાઇપ વડે માર મારી હત્યા નિપજાવવામાં આવી હતી.

હત્યા થયા પૂર્વે મૃતક ઇકબાલભાઇએ તેમના સૌથી મોટા પુત્ર સોહિલને ફોન કરીને જણાવ્યું હતું કે, “જંગલેશ્વરમાં રહેતા દાનીશ અમીનભાઇ સાથે મારે ઝઘડો થયો છે, તો તું તપાસ કર કે દાનીશે મારી સામે કોઈ પોલીસ કેસ કર્યો છે કે નહીં?” ત્યારબાદ મોડી રાત્રે 1.15 વાગ્યા આસપાસ તેના મિત્રએ સોહિલને કહ્યું કે, “તું જલ્દી ખ્વાજા એપાર્ટમેન્ટ નીચે આવેલા નિસ્બત પાન પાસે આવ અહીં તારા પપ્પાને દાનીશ સાથે માથાકૂટ થઈ છે અને તારા પપ્પા લોહીલુહાણ તથા બેભાન હાલતમાં જમીન પર પડેલા છે.