Gujarat

ધોરાજીમાં ASP દ્વારા નવરાત્રી સુરક્ષા બેઠક યોજાઈ

નવરાત્રીના પર્વને લઈને ધોરાજી ડિવિઝન કચેરી ખાતે ASP દ્વારા એક અગત્યની બેઠક યોજાઈ હતી. આગામી નવરાત્રી દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા આયોજકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. આ બેઠકમાં ધોરાજી ડિવિઝનના અધિકારીઓ હાજર રહ્યા હતા. શહેરના વિવિધ ગરબી આયોજકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન નવરાત્રીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી, મહિલા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને ફાયર સેફ્ટી અંગે ચર્ચા થઈ હતી. આયોજકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના અપાઈ.