Gujarat

શાહપુુરમાં વેપારીને છરીના ઘા મારી 15 લાખની લૂંટ

અમદાવાદમાં મારામારી અને લૂંટના બનાવો ફરી એકવાર શરૂ થયા છે. શહેરના શાહપુર વિસ્તારમાં વેપારીને બંધક બનાવી માર મારી 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. ચાર શખસોએ આવીને વેપારીને ભોંયરામાં લઈ જઈ છરીના ઘા મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શાહપુર પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

મોડે સુધી ઘરે ન પહોંચતા પરિવારે શોપિંગ સેન્ટરમાં તપાસ કરી દરિયાપુર વિસ્તારમાં જીવણપોળમાં મોહમ્મદ સાજીદ ભાઈ શેખ તેમના પરિવાર સાથે રહે છે તેઓ ગારમેન્ટનો વેપાર કરે છે અને મિત્રો સાથે મળીને વીસી પણ ચલાવે છે. 8 ઓક્ટોબરના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ તેમનો પરિવાર ઘરે હતો અને સાજીદ ભાઈને ફોન કરીને ઘરે કેટલા વાગે આવો છો તેવું પૂછ્યું હતું.

જેથી 10 મિનિટમાં હું આવું છું એવું કહ્યું હતું. જો કે રાત્રે 9:45 સુધી સાજીદ ભાઈ ઘરે આવ્યા ન હતા અને તેમનો ફોન ઉપાડતા ન હતા. ફોન ઉપાડતા ન હોવાના કારણે પરિવારને ચિંતા થઈ હતી જેથી તેઓ મીરજાપુર વિસ્તારમાં રહેતીયાવાળી પાસે પ્રીમિયમ શોપિંગ સેન્ટરમાં આવેલી તેમની ઓફિસ ખાતે તપાસ કરવા માટે ગયા હતા.

અર્ધબેભાન હાલતમાં મળ્યા, છરીના ઘા વાગ્યા હોવાથી હોસ્પિટલમાં તેમના પુત્રોએ શોપિંગ સેન્ટરમાં બધી જગ્યાએ તપાસ કરી હતી પરંતુ ક્યાંય મળ્યા ન હતા. ત્યારબાદ ભોયરામાં તપાસ કરવા માટે ગયા હતા ત્યારે સી બ્લોકની પાસે અર્ધ બેભાન હાલતમાં સાજીદ ભાઈ મળી આવ્યા હતા. તેમના મોઢા ઉપર રૂમાલનો ડુચો મારેલો હતો.

તેમને ભાનમાં લાવીને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આશરે 23થી 30 વર્ષની ઉંમરના હિન્દીભાષી બોલતા ચાર લોકો આવ્યા હતા અને હાથના તેમજ પેટના ભાગે છરીના ઘા મારી 15 લાખની થેલી લઈને જતા રહ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેઓને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.