Gujarat

માલસરમાં વિદેશી દારૂનું વેચાણ કરતા યુવક ઝડપાયો

શિનોર તાલુકાના માલસર ગામમાં પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતા એક 21 વર્ષીય યુવકને પકડ્યો છે. યુવક પાસેથી પ્લાસ્ટિક અને કાચના કુલ 85 ક્વાર્ટર દારૂ જપ્ત કરાયો છે. પોલીસના જણાવ્યા મુજબ, માલસરના કોલોની ફળિયામાં રાહુલભાઈ ઈશ્વરભાઈ વસાવા (ઉંમર 21, રહે. એકલવ્ય નગર) વગર પાસ-પરમિટ દારૂ વેચતો હતો. પોલીસે રાહુલ પાસેથી કુલ 10,900 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે. શિનોર પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) હેઠળ તેની સામે કાર્યવાહી કરી છે.