Gujarat

કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાશે

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસ માટે તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. NCC નિદેશાલય ગુજરાતના છત્ર હેઠળ દેશભરના આશરે 200 કેડેટ્સ અમદાવાદ ખાતે BSF, CISF, SSB અને અન્ય CAPF ટુકડીઓ સાથે કદમતાલ મિલાવીને સઘન કવાયત કરી રહ્યા છે.

અમદાવાદ ખાતે આયોજિત 10 દિવસની આકરી અને સંકલિત તાલીમ પૂર્ણ કર્યા બાદ તમામ પસંદગી પામેલા કેડેટ્સ 31 ઓક્ટોબર 2026ના રોજ ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની મુખ્ય ઉજવણીમાં ભાગ લેશે. આ પરેડ મારફતે યુવાનોમાં શિસ્ત, એકતા અને દેશભક્તિના સંસ્કારોનું સિંચન કરવામાં આવી રહ્યું છે.