Gujarat

જામનગરમાં અકસ્માતમાં ઘાયલ બાળકીને પોલીસે મદદ કરી

જામનગરમાં નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે એક બાળકી અકસ્માતમાં ઘાયલ થઈ હતી. તેનું વાહન સ્લીપ થઈ જતાં તેને ઈજા પહોંચી હતી.

બાળકીને તાત્કાલિક સારવાર મળે તે માટે પરિવારે 108 એમ્બ્યુલન્સ બોલાવી. બનાવની જાણ થતાં જ બેડી મરીન પોલીસ સ્ટેશનની ‘સી ટીમ’ના પીએસઆઈ વી.એસ. પોપટ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી.

એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ પોલીસની ‘સી ટીમે’ જિયાંસી નામની બાળકીને મદદ કરી. પોલીસે તેની સારવારની વ્યવસ્થા પણ કરાવી. પોલીસે સમયસર મદદ પહોંચાડતા પરિવારજનોએ તેમની કામગીરીના વખાણ કર્યા.