રાજકોટ રતનપર ગામના પાટીયા પાસેથી થાર કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ઉમેશભાઇ ચાવડા, દીલીપભાઈ બોરીચા, વિશાલભાઇ દવે ને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ મોરબી હાઇ-વે રતનપર ગામના પાટીયા પાસેથી મહિન્દ્રા થાર કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. આર્યન મનીષભાઇ ચૌહાણ ઉ.૨૧ રહે.ગાંધીગ્રામ સોસાયટી શેરીનં.૫ રાજકોટ. મહિન્દ્રા કંપનીની થાર કાર નં.GJ-18-BP-5686 કિ.રૂ.10,00,000 કુલ બોટલ નંગ-૯૬૦ કિ.રૂ.86,400 કુલ કિ.રૂ.1091400 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


