રાજકોટમાં ખોટી ઉભી કરેલ લુંટના બનાવને ગણતરીની કલાકોમાં ઉકેલી 3 આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ નાના મૌવા રોડ તરફથી સાગર ચોક તરફ જતા રસ્તા ઉપર રાજકોટ શહેર ખાતે લુંટનો બનાવ બનેલ છે તેવો રાજકોટ શહેર કંટ્રોલ રૂમ ખાતે મેસેજ પસાર થતા જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા લુંટના ગુન્હામાં તમામ આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા જરૂરી સુચના કરેલ હોય. ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ થકી આરોપીઓને શોધવાના પ્રયત્ન કરતા હતા તે દરમ્યાન ખાનગી રાહે તેમજ ટેકનિકલ સોર્સીશ આધારે મળેલ હકિકત આધારે આરોપીઓ પકડી પાડેલ અને પુછપરછ કરતા જાણવા મળેલ કે આ કામના આરોપી ધીરેન્દ્રસિંહ વાઘેલાએ હરદેસવસિંહ પાસેથી લીધેલ રૂ.૧૧,૦૦,૦૦૦ પરત આપવા ન પડે તે માટે સહ આરોપીઓ સાથે મળી ખોટી લુંટની ઘટના બનેલનો મેસેજ પાસ કરેલ હતો જે આરોપીઓને રાઉન્ડ અપ કરી તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેર, રાજકોટ તાલુકા પોલીસ સ્ટશેન, ખાતે સોપવાની તજવીજ કરવામાં આવેલ છે. (૧) ધીરેન્દ્રસિંહ ધર્મેદ્રસિંહ વાઘેલા ઉ.૩૨ રહે.કોઠારિયા મે.રોડ શક્તિ હોટલની સામે રાજકોટ (૨) ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉ.૨૯ રહે.કોઠારિયા મે.રોડ ધનશ્યામનગર શેરીનં.૧ રાજકોટ (૩) ભાવેશભાઇ ચંદુભાઇ ખુવા ઉ.૩૫ રહે.રણજીતનગર હુડકો ક્વા. બ્લોક નં.સી/૭૮૨ જામનગર.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


