ગિરગઢડા
ભરત ગંગદેવ.
ઇન્સપાયર એવોર્ડ MANAK 2021 અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા ની કુલ 7 કૃતિ પસંદ થયેલ છે.7 કૃતિ પૈકી ગીર ગઢડા તાલુકા માંથી ફાટસર શાળા ની એક માત્ર કૃતિ પસંદગી પામેલ છે.ફાટસર શાળા દ્વારા ખૂંટ દર્શીતા ઘનશ્યામભાઈ સ્માર્ટ આર્મી રોબોટ નું મોડેલ આવનારા સમય માં રજૂ કરશે.આ એવોર્ડ અંતર્ગત શાળા ને 10000 ની રકમ કૃતિ તૈયાર કરવા માટે મળશે.દર્શીતાબેન જિલ્લા લેવલે ગીર ગઢડા તાલુકા નું નેતૃત્વ કરશે.આ તકે શાળા પરિવાર વિદ્યાર્થી અને શિક્ષક ને અભિનંદન પાઠવે છે.


