International

કેનેડાએ IDBI બેંકમાં ૬૦% હિસ્સો ટોરોન્ટોની કંપનીને વેચવાના સોદાને ‘મોટી જીત’ ગણાવી

કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુએ ગુરુવારે IDBI બેંકના વ્યૂહાત્મક વેચાણને મંજૂરી આપવાના ભારત સરકારના ર્નિણયને કેનેડિયન કંપની માટે એક “મોટી જીત” ગણાવી હતી. સિદ્ધુ હાલમાં ભારતની મુલાકાતે આવેલા ‘ટીમ કેનેડા ટ્રેડ મિશન‘નું નેતૃત્વ કરી રહ્યા છે.

એક નિવેદનમાં સિદ્ધુએ જણાવ્યું હતું કે, આ સોદો આશરે ૭.૯ અબજ કેનેડિયન ડોલર (ઝ્રછઇં) મૂલ્યનો છે. તેમાં ભારતની સૌથી મોટી બેંકોમાંની એક, ૈંડ્ઢમ્ૈં બેંકનો સમાવેશ થાય છે, જે ભારતમાં વ્યવસાય કરતા કેનેડિયન રોકાણકારો માટે રહેલી વિપુલ તકોને દર્શાવે છે.

બુધવારે કેબિનેટે IDBI બેંક લિમિટેડમાં ૬૦.૭૨% હિસ્સો વેચવા અને તેનું વ્યવસ્થાપકીય નિયંત્રણ (મેનેજમેન્ટ કંટ્રોલ) કેનેડિયન નાણાકીય સેવા કંપની ‘ફેયરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ લિમિટેડ‘ ને સોંપવાની મંજૂરી આપી હતી. આ હિસ્સામાં સરકાર પાસે રહેલા ૩૦.૪૮% અને ‘લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા‘ (ન્ૈંઝ્ર) પાસે રહેલા ૩૦.૨૪% હિસ્સાનો સમાવેશ થાય છે. ૫૨,૮૭૮.૦૮ કરોડ રૂપિયા (૫.૬ અબજ યુએસ ડોલર) મૂલ્યનો આ સોદો અત્યાર સુધીનો સૌથી મોટો વ્યૂહાત્મક વિનિવેશ સોદો છે, તેમજ ભારતમાં કોઈ વિદેશી નાણાકીય સેવા કંપની દ્વારા કરવામાં આવેલું સૌથી મોટું રોકાણ છે.

હ્લહ્લૐન્ ના ભારતીય મૂળના ચેરમેન અને સીઈઓ પ્રેમ વત્સાએ એક નિવેદનમાં કહ્યું, “આ સોદો વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એકમાં આવેલી બેંકમાં બહુમતી હિસ્સો ખરીદવાની એક સુવર્ણ તક છે. આ સાથે, અમે તેને એક સફળ અને વિકસતી વીમા કંપની તેમજ રોકાણ બેંકિંગ અને વેલ્થ મેનેજમેન્ટ સેવાઓ પૂરી પાડતી સ્થાપિત સંસ્થા સાથે જાેડી શકીશું.”

તેમણે કહ્યું કે, “ભારત સરકાર દ્વારા ૈંડ્ઢમ્ૈં બેંકમાં રહેલો હિસ્સો ખરીદવા માટે અમારી પસંદગી કરવામાં આવી છે, જેને લઈને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.” તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની ટીમને આભાર માનતા કહ્યું કે, “અમને ખરીદદાર તરીકે પસંદ કરતા પહેલા તેમણે અત્યંત પારદર્શક અને સ્પર્ધાત્મક પ્રક્રિયા હાથ ધરી હતી.”

તેમણે વધુમાં ઉમેર્યું, “અમે ભારત સરકારને ખાતરી આપીએ છીએ કે અમે ભારતમાંથી વિશ્વની શ્રેષ્ઠ નાણાકીય સંસ્થાનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

આ વર્ષે મે મહિનામાં, ફેયરફેક્સે ૈંૈંહ્લન્ કેપિટલ સર્વિસીસ લિમિટેડમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો. આ ઉપરાંત, તેમણે ‘ડિજિટ ઇન્શ્યોરન્સ‘ (ડ્ઢૈખ્તૈં ૈંહજેટ્ઠિહષ્ઠી) નામની સ્ટાર્ટઅપ કંપનીની પણ સ્થાપના કરી હતી. “ૈંડ્ઢમ્ૈં બેંક, ડિજિટ અને ૈંૈંહ્લન્ કેપિટલનું મિશ્રણ એક એવી એન્ટિટી બનાવશે જે ભારતીય બજારોના સતત વિકાસ અને સફળતામાં ભાગ લેવા માટે યોગ્ય સ્થિતિમાં હશે, અને અમને અપેક્ષા છે કે તે ભારતીય ગ્રાહકો અને વ્યવસાયોને અર્થપૂર્ણ અને નોંધપાત્ર લાભો પ્રદાન કરશે,” વાત્સાએ નોંધ્યું.

સિદ્ધુ અને કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ બંને નવી દિલ્હીમાં હતા ત્યારે કેબિનેટના ર્નિણયની જાહેરાત કરવામાં આવી હતી. બુધવારે વેપાર મિશન શરૂ થતાં સિદ્ધુ મુંબઈ જવા રવાના થયા હતા. લગભગ ૩૦૦ કેનેડિયન એક્ઝિક્યુટિવ્સ મિશનમાં જાેડાતા, તે ૩૦ વર્ષથી વધુ સમયમાં ભારતનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ છે. સિદ્ધુ ૧૬ ઓક્ટોબરે ભારત છોડતા પહેલા બેંગલુરુની પણ મુલાકાત લેશે.

સિદ્ધુ દિલ્હી અને મુંબઈમાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને મળ્યા હતા, અને કેનેડાના વિદેશ મંત્રાલય, ગ્લોબલ અફેર્સ કેનેડા તરફથી મંગળવારે એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશો “પરસ્પર ફાયદાકારક કરાર પૂર્ણ કરવા માટે તેમના પ્રયાસોને વધુ તીવ્ર બનાવી રહ્યા છે.” તે સંદર્ભ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (ઝ્રઈઁછ) નો હતો, જેના માટે પાંચમો વાટાઘાટો રાઉન્ડ ગયા અઠવાડિયે ઓટ્ટાવામાં પૂર્ણ થયો હતો.