Gujarat

જામનગર: હિન્દુ-મુસ્લિમ એકતા અને સેવાની મિસાલ એટલે જુસબભાઈ કોટાઈ પરિવાર

હિન્દુ-મુસ્લિમ એકતા અને સેવાની મિસાલ એટલે જુસબભાઈ કોટાઈ પરિવાર


એકતા ગરબી મંડળ, યોગેશ્વરધામ ઢીચડા: ધાર્મિક આસ્થા સાથે માનવતાની અનોખી સેવા


જામનગરના ઢીચડા સ્થિત યોગેશ્વરધામમાં આવેલું એકતા ગરબી મંડળ છેલ્લા ૧૦થી ૧૨ વર્ષથી ગરબીનું આયોજન કરીને ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતાનો સંદેશ આપી રહ્યું છે.


૧,૦૦૦ જેટલી બાળાઓ માટે મહાપ્રસાદનું આયોજન દર વર્ષે આસપાસની સોસાયટીઓની આશરે ૧,૦૦૦ બાળાઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.

આ ઉપરાંત બાળાઓને ચણીયાચોળી અને પોશાકનું વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.
હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ આ ગરબી મંડળની વિશેષતા એ છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને તમામ કાર્યક્રમોમાં સહયોગ આપે છે. અહીં ધર્મ કરતાં માનવતા અને ભાઈચારાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.


જુસબભાઈ કોટાઈની સેવાની પરંપરા આજે પણ જીવંત સેવાભાવી જુસબભાઈ કોટાઈએ આપેલા યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના પુત્રો સલીમભાઈ કોટાઈ અને જાફરભાઈ કોટાઈ પિતાની સેવાકીય પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. ગરબી મંડળના આયોજનમાં કોટાઈ પરિવારનો હંમેશાં સહયોગ રહે છે.


એકતા ગરબી મંડળ માત્ર ગરબીનું આયોજન નથી, પરંતુ હિન્દુ-મુસ્લિમ એકતા, ભાઈચારો, માનવતા અને સેવાભાવનાનું જીવંત ઉદાહરણ છે.
જ્યાં ધર્મથી ઉપર માનવતા, ત્યાં જ સાચી એકતા!
સ્થળ: એકતા ગરબી મંડળ, યોગેશ્વરધામ, ઢીચડા

IMG-20261017-WA0096.jpg