Gujarat

CM મંગળવારે રાજકોટમાં

વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ સામે લાંબા સમયથી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. તેના વિરોધમાં ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ‘લોકતંત્ર બચાવો, ભીડ તંત્ર હટાવો’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજકોટમાં આગામી 27 ઓક્ટોબરના મંગળવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બહુમાળી ભવનથી ત્રિકોણબાગ સુધીની પદયાત્રાનું આયોજન કરાયું છે.

10 હજારીથી વધુ લોકો જોડાઈ તેવી અપેક્ષા આ પદયાત્રા બહુમાળી ભવનથી સાંજે 5 વાગ્યે શરૂ થશે અને સ્વામી વિવેકાનંદની પ્રતિમા, યાજ્ઞિક રોડ તથા માલવિયા ચોક થઈ ત્રિકોણબાગ પહોંચી પૂર્ણ થશે. પદયાત્રામાં સૌરાષ્ટ્રના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અંદાજે 10 હજાર જેટલા કાર્યકરો અને લોકો જોડાશે.

અન્ય યોજાનાર કાર્યક્રમો રાજ્યના તમામ મોટા શહેરોમાં લોકતંત્ર બચાવો અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં પણ ભાજપ સંગઠનના પ્રભારી અનિલ દવેના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી છે. પદયાત્રા દ્વારા વિપક્ષના રાજકીય એજન્ડાનો જવાબ આપવા અને ભાજપના અભિગમને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમમાં પત્રકાર-પરિષદ, પદયાત્રા, પતંગોત્સવ, લોકો સાથે સંવાદ, ઈન્સ્ટાગ્રામ આઉટરીચ તથા વિદ્યાર્થી સ્પર્ધા જેવા કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.