ગણદેવી સુગર ફેકટરીમાં સને 2026-27ની શેરડી પિલાણ સિઝનનો સોમવાર સવારે શુભારંભ કરાયો હતો. જેમાં આગામી 165થી 170 દિવસો દરમિયાન 30 હજાર એકર વાવેતર વિસ્તારની 9 લાખ ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. ગણદેવી સુગરનાં પ્રોડક્શન મેનેજર શૈલેષ પટેલે યજ્ઞ-પૂજા કરી હતી.
આ પ્રસંગે સ્વામિનારાયણ સંતો, પીઢ સહકારી અગ્રણી જયંતિભાઇ પટેલ, ગણદેવી સુગરના પ્રમુખ અમિતભાઇ પટેલ, ઉપપ્રમુખ અલ્પેશ દેસાઈ, રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલ, સમીર પટેલ, રણજીત પટેલ, રાજેન્દ્રસિંહ પરમાર, મેનેજિંગ ડિરેક્ટર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ઓએસ મુકેશ પટેલ, કર્મચારીગણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી શેરડી પુલિંગ કરી પિલાણની કામગીરીનો પ્રારંભ થયો હતો.
જેમાં મહુવા, નવસારી અને વલસાડ વિસ્તારની અંદાજીત 30 હજાર એકર વિસ્તારમાંથી 9 લાખ ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે. જે આગામી 165થી 170 દિવસોમાં લક્ષ્યાંક પૂરો કરાશે. જે માટે 300 ટ્રક, 135 બળદગાડા, 145 ટ્રેકટર ગાડા, 7 હજાર જેટલા શ્રમજીવીનો કાફલો કામે લાગ્યો છે.

