પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 21થી 28 ઑક્ટોબર, 2026 દરમિયાન પીવાના પાણીના 249 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી. તમામ નમૂનાઓના પરિણામો નિર્ધારિત ધોરણો મુજબ સંતોષકારક રહ્યા.
ક્લોરિનના અને જીવાણુ ગુણવત્તાના નમૂનાઓ તપાસ્યા ડિવિઝનના તબીબી વિભાગે રેસિડ્યુઅલ ક્લોરિનના 199 અને જીવાણુ સંબંધિત ગુણવત્તાના 50 નમૂનાઓ તપાસ્યા હતા. બંને પ્રકારના નમૂનાઓમાં પરિણામો 100 ટકા સંતોષકારક રહ્યાં.

મુસાફરોને સ્વચ્છ- સલામત પીવાનું પાણી આપવાનો ઉદેશ્ય સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું કે રેલવે સ્ટેશનો અને અન્ય રેલવે પરિસરોમાં મુસાફરોને સ્વચ્છ અને સલામત પીવાનું પાણી આપવા નિયમિત તપાસ કરવામાં આવે છે.આ પરીક્ષણોનો હેતુ પાણીની ગુણવત્તામાં ખામી હોય તો સમયસર ઓળખવાનો અને રેલવે પરિસરોમાં ગુણવત્તાના ધોરણો જાળવવાનો છે.

