સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરી અને નાણાંની ગેરકાયદે ઉઘરાણીના કેસમાં વઢવાણના એક વેપારીએ રવિ મારિયા અને ઋતુ રબારી સામે ધાકધમકી આપ્યાની ફરિયાદ કરી છે. વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય સમક્ષ રજૂઆત બાદ આ તપાસ શરૂ કરાઈ છે.
આરોપી ઋતુ રબારીનું રી-કન્સ્ટ્રક્શન કરાયું ત્રણ જિલ્લામાં એક ડઝનથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા ઋતુ રબારીને પૂછપરછ માટે બોલાવાયો હતો. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. તેમજ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા તેની રૂબરૂ પૂછપરછ કરવામાં આવી હોવાની ચર્ચા પોલીસ વર્તુળોમાં ચાલી રહી છે.

આરોપીના શરતી જામીન રદ કરવાની પ્રક્રિયા શરતી જામીન પર બહાર રહેલા ઋતુ રબારી સામે વ્યાજખોરી અને ધમકીના નવા આક્ષેપો થતાં કાયદાકીય શિકંજો કસાયો છે. આરોપીના જામીન રદ કરાવવા માટે પોલીસ વિભાગ દ્વારા જરૂરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક પોલીસ કર્મચારીઓની ભૂમિકા સામે સવાલ આ ચર્ચાસસ્પદ કેસમાં આરોપીઓના સંપર્કમાં રહેલા સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠ્યા છે. વેપારીને આપેલી ધમકીઓ અને વ્યાજખોરીના અન્ય જોડાણો અંગે પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.

