રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે બોટાદ જિલ્લા પોલીસે એકતા પરેડ યોજી હતી. પરેડ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ (APMC)થી શરૂ થઈને હાઈસ્કૂલ સુધી ગઈ હતી.

પરેડમાં અંદાજે 400 પોલીસજવાન, GRD, હોમગાર્ડ અને TRBના જવાનો જોડાયા હતા. અન્ય 300 જેટલા લોકોમાં જિલ્લા કલેક્ટર, DDO, DYSP, રાજકીય આગેવાનો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સામેલ હતા.રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી પરેડમાં દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

