સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા પોલીસે ‘રન ફોર યુનિટી’ માર્ચ યોજી. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ ફોરવર્ડ સર્કલથી દોડને લીલી ઝંડી આપી. માર્ચ ફોરવર્ડ સર્કલથી શરૂ થઈ નાગનાથ મહાદેવ મંદિર, રાજકમલ ચોક અને ટાવર રોડ થઈને ફરી ફોરવર્ડ સર્કલ પહોંચી. તેમાં દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરીયા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી જોડાયા હતા. ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના શપથ લીધા. અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, જિલ્લાના અગ્રણી અતુલ કાનાણી, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કે.જે. જાડેજા અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પણ હાજર રહ્યા.

