Gujarat

જામનગરમાં ચિકન શોપ સીલ, બે પેઢી બંધ

જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 31 ઓક્ટોબરે શહેરની ખાદ્યપદાર્થો વેચતી પેઢીઓમાં તપાસ કરી. લાયસન્સ ન હોવા અને અસ્વચ્છ સ્થિતિમાં ખાદ્યપદાર્થો વેચાતા એક ચિકન શોપ સીલ કરી અને બે પેઢી બંધ કરાવી. બેડેશ્વરમાં અસ્વચ્છ હાલતમાં રાખેલા પાંચ કિલો રાઈસનો નાશ કર્યો. વિવિધ રેસ્ટોરન્ટમાંથી નમૂના લઈ પરીક્ષણ માટે મોકલ્યા.

કમિશનર દીપેશ કેડિયા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આરોગ્ય અધિકારી એમ.એચ. ગોરી અને નાયબ કમિશનર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરી હતી. બેડેશ્વરની સ્ટાર ચીકન શોપમાં એફએસએસએઆઈના નિયમોનો ભંગ અને માન્ય લાયસન્સ ન હોવાનું જણાતાં તેને સીલ કરી હતી.

રણજીતસાગર રોડ પર હર્ષદ મિલ ચાલી વિસ્તારમાં આવેલી ફેમશ ગાઝી ચાઇનીઝ ચીકન અને નશીબ ફીશમાં અસ્વચ્છતા જણાઈ હતી. જરૂરી સુધારા ન થાય અને આગળનો હુકમ ન આવે ત્યાં સુધી બંને પેઢી બંધ કરાવવામાં આવી હતી. આ જ વિસ્તારમાં આવેલી હુશેની ચીકનને પણ સ્વચ્છતામાં સુધારો કરવા તાકીદ કરાઈ હતી.