સુરતના ખજાેદ વિસ્તારમાં આવેલી જીસ્ઝ્રની ડમ્પિંગ અને ડિસ્પોઝલ સાઇટ પર રવિવાર, ૧ નવેમ્બર ૨૦૨૬ની સવારે ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ડમ્પિંગ સાઇટ પર એકત્રિત કરાયેલા હોટમિક્સ કચરાના વિશાળ ઢગલામાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. જાેતજાેતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે કચરાના ઢગલાની આસપાસ ઊભેલા મોટા-મોટા લીલાછમ વૃક્ષો પણ લપેટાઈ ગયા હતા અને આગની જ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ ગયા હતા.આકાશમાં કિલોમીટરો દૂર સુધી કાળા ડિબાંગ ઝેરી ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ૪ જેટલી ફાયર ફાઈટર ગાડીઓ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
સવારે લગભગ ૭ વાગ્યાની આસપાસ ડમ્પિંગ સાઇટના હોટમિક્સ કચરાના બ્લોકમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને પળવારમાં આગ આખા વિસ્તારમાં પ્રસરી ગઈ હતી.આગની ગરમી અને પવનના કારણે ડમ્પિંગ યાર્ડની સરહદ પર આવેલા મોટા વૃક્ષો પણ આગની લપેટમાં આવીને બળવા લાગ્યા હતા. આગના સામે આવેલા હવાઈ (આકાશી) દ્રશ્યોમાં ડમ્પિંગ સાઇટનો મોટો હિસ્સો સળગતો જાેવા મળ્યો હતો.
છેલ્લા એક જ વર્ષની અંદર ખજાેદ ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાની આ ત્રીજીથી ચોથી ઘટના સામે આવી છે, જે દર્શાવે છે કે સુરત મહાનગરપાલિકા (જીસ્ઝ્ર) નું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માત્ર કાગળ પર જ ચાલે છે.કચરામાંથી સતત ઉત્પન્ન થતા મિથેન ગેસના વૈજ્ઞાનિક નિકાલ કે કૂલિંગ સિસ્ટમ ગોઠવવામાં તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થયું છે.થોડા દિવસો પહેલાં જ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા અને નવા એક્શન પ્લાનના દાવા કરવામાં આવ્યા હતા, ત્યારે વારંવાર સળગતી આ ડમ્પિંગ સાઇટ આસપાસના હજારો પરિવારોના આરોગ્ય સામે મોટો ખતરો બની ગઈ છે.
સુરત શહેરમાંથી રોજેરોજ નીકળતા આશરે ૨૫૦૦ મેટ્રિક ટન કચરાના નિકાલની કામગીરી વાપીની સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સીને સોંપવામાં આવી હતી. ખજાેદ ખાતે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે મહુવાના કાંકરિયા ખાતે બારોબાર ઠાલવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કરોડો રૂપિયાના કચરા કૌભાંડનો વિવાદ સર્જાયો હતો.

