Gujarat

રાજકોટની સરાઝા હોટેલ હાઈપ્રોફાઈલ દારુ પાર્ટીમાં ખુલાસો; ચિરાગ પટેલે કર્યું હતું આયોજન, કુલ ૩૮ સામે ફરિયાદ

શહેરની કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં ૩૧ ઓક્ટોબરની મધરાતે ચાલી રહેલી પાર્ટી પર ન્ઝ્રમ્ ઝોન-૨ની ટીમે દરોડો પાડ્યો હતો. ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ અરવિંદ પટેલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ પાર્ટી યોજાઈ હોવાનું સામે આવ્યું છે. પાર્ટીમાં ૪૩ પુરુષ અને ૩૩ મહિલા સહિત કુલ ૭૬ લોકો હાજર હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો કબજે કરી ૩૮ લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ કેસમાં સૌથી મહત્વની કાર્યવાહી હોટલના કેટરર્સ સ્ટાફ સામે કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે, કેટરર્સ સ્ટાફ દ્વારા જ મહેમાનોને ટેબલ પર દારૂ પીરસવામાં આવ્યો હતો. આથી પોલીસે સરાઝા હોટલના ૧૫થી વધુ કેટરિંગ સ્ટાફની અટકાયત કરી છે. જેમાં સર્વિંગ સ્ટાફ અને મેનેજમેન્ટ સંભાળનારા વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે.

સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૩૮ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.જેમાં પાર્ટી માણનારા ૩૫ જેટલા આયોજક સહિતના મહેમાન અને ૩ હોટલ સ્ટાફનો સમાવેશ થાય છે. તપાસમાં એ પણ ખુલ્યું છે કે, હોટલ સ્ટાફના કેટલાક સભ્યોએ પોતે પણ દારૂનું સેવન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ પાર્ટીનું મુખ્ય આયોજન ચિરાગ પટેલ નામના વ્યક્તિએ કર્યું હતું. તે ડેકોરા ગ્રૂપના નિખિલના જન્મદિવસની પાર્ટીનો મુખ્ય આયોજક હતો.

આ હાઈ પ્રોફાઈલ દારુ પાર્ટીમાં રાજકોટના જ નહીં, પરંતુ બહારના મોટા માથાઓ પણ હાજર હોવાનું બહાર આવ્યું છે. રાજકોટની કાલાવડ રોડ પર આવેલ સરાઝા હોટલમાં યોજાયેલ પાર્ટીમાં મોરબીના જાણીતા વરમોરા ગ્રુપના મનીષ વરમોરા અને મીરા વરમોરા પણ ઉપસ્થિત હતા. તેમની હાજરીએ આ કેસને વધુ હાઈ પ્રોફાઈલ બનાવી દીધો છે.

મીડિયા સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ડેકોરા ગ્રૂપના જાણીતા પરિવારના ૪૦ વર્ષીય નિખિલ નામના યુવાનના જન્મદિવસ નિમિત્તે હોટેલના બીજા માળે આવેલા બેન્ક્વેટ હોલમાં ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં જમન ડેકોરા પરિવારના સભ્યો, તેમના સગા-સંબંધીઓ અને નજીકના મિત્રો સહિત ૧૫૦થી વધુ લોકો હાજર હતા.

આ પાર્ટીમાં મોટા પાયે દારૂ અને બીયરની બોટલો રાખીને ખુલ્લેઆમ મદીરાપાન થઈ રહ્યું છે. બાતમીના આધારે ઝોન-૨ ડ્ઢઝ્રઁ રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ ન્ઝ્રમ્ ઝોન-૨ ના ઁજીૈં ચુડાસમા સહિતની ટીમ રાત્રિના ૧ વાગ્યાની આસપાસ સરાઝા હોટેલમાં ત્રાટકી હતી.

ટેબલ પર બ્રાન્ડેડ સ્કોચ અને બીયરના ગ્લાસ

એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જ્યારે ટીમ હોટલમાં પહોંચી ત્યારે દ્રશ્ય ચોંકાવનારું હતું. મોટાભાગના ટેબલ પર મોંઘી બ્રાન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલ ઉપરાંત બીયરના ટીન અને દારૂની બોટલો ખુલ્લી પડી હતી. કેટલાક ટેબલ પર તો ગ્લાસમાં દારૂ ભરીને રાખવામાં આવ્યો હતો.

પોલીસને ઘટનાસ્થળેથી હુક્કા પણ મળી આવ્યા છે. કેટલાક યુવાન-યુવતીઓ હુક્કો પી રહ્યા હોવાની માહિતી બહાર આવી છે. પોલીસે હુક્કાનો મુદ્દામાલ કબજે કરીને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે, જેથી તેમાં કોઈ પ્રતિબંધિત પદાર્થનો ઉપયોગ થયો છે કે કેમ તે જાણી શકાય. હાલ તમામ લોકોને બેન્ક્વેટ હોલમાં રાખીને પૂછપરછ અને દારૂ પીધાની તપાસ ચાલુ છે.

અત્યાર સુધીમાં પોલીસે હોટલમાંથી મોંઘી બ્રાન્ડની સ્કોચ, બીયરની બોટલો, ટીન અને હુક્કા કબજે કર્યા છે. બ્લડ રિપોર્ટ આવ્યા બાદ કેટલા લોકો નશામાં હતા તે સ્પષ્ટ થશે અને તે મુજબ પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ કલમો ઉમેરવામાં આવશે. ન્ઝ્રમ્ ઝોન-૨ એ સ્પષ્ટ કર્યું છે કે, ભલે ગમે તેટલા મોટા માથા હોય, કોઈને છોડવામાં આવશે નહીં અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, પાર્ટીમાં કોણે તેની વ્યવસ્થા કરી અને કયા લોકો સામે કાયદેસર ગુનો નોંધાયો છે. આ તમામ મુદ્દાઓ અંગે સત્તાવાર વિગતો બહાર આવ્યા બાદ જ ઘટનાનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.