Gujarat

એમબીબીએસના 50 તબીબો 10 વર્ષ બાદ મળ્યા

સુમનદીપ મેડિકલ કોલેજ, વાઘોડિયા, વડોદરાની એમબીબીએસ ૨૦૧૧ બેચના આશરે ૫૦ તબીબો ૧૦ વર્ષ બાદ મળ્યા હતા. ૩૧ ઓક્ટોબર અને ૧ નવેમ્બરે સાણંદ-બાવળા રોડ પર આવેલા ગ્લેડ વન રિસોર્ટમાં બે દિવસનું સ્નેહમિલન યોજાયું હતું. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં સેવા આપતા તબીબોએ વિદ્યાર્થીકાળની યાદો તાજી કરી હતી. તેમણે આરોગ્ય ક્ષેત્રના અનુભવો અને વિચારો એકબીજા સાથે વહેંચ્યા હતા.

કાર્યક્રમનું આયોજન સાણંદના ડૉ. સચિન રાવલ અને તેમના સહયોગી તબીબો ડૉ. પાર્થ, ડૉ. અંકિત તથા ડૉ. જ્યોતિએ કર્યું હતું. ઉપસ્થિત તબીબોએ આયોજક ટીમનો આભાર માન્યો હતો. તબીબોએ ભવિષ્યમાં પણ તબીબી સેવા સાથે સામાજિક સંબંધો જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.