Gujarat

 શ્રી મયુર શૈક્ષણિક સંકુલ, નંદાણા (DLSS)નો વોલીબોલ રમતમાં રાજ્યકક્ષાએ દબદબો!

 અંડર-14 વોલીબોલમાં રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની ઐતિહાસિક સિદ્ધિ!

સતત છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યકક્ષાએ ચેમ્પિયન રહેલી ગાંધીનગરની ટીમને ફાઇનલ મેચમાં હરાવી શ્રી મયુર શૈક્ષણિક સંકુલ, નંદાણા (DLSS)ના ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ ભવ્ય સફળતા બદલ ટીમના કોચ રવિનાબેન પરમાર અને સિદ્ધરાજસિંહ વાળા, તમામ ખેલાડીઓ તથા માર્ગદર્શકોને શાળા પરિવાર,, ટ્રસ્ટીશ્રી મુળુભાઈ કંડોરીયા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી એચ. કે. પ્રજાપતિ, આચાર્યશ્રી એમ. વી. કંડોરીયા, કેમ્પસ ડાયરેક્ટરશ્રી જગદીશભાઈ કંડોરીયા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દેવભૂમિ દ્વારકા તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

ખેલાડીઓની મહેનત, કોચના માર્ગદર્શન અને સંસ્થાના સતત પ્રોત્સાહનથી આ ગૌરવપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.