ગુજરાત યુથ કોંગ્રેસના કુલ ૪૯ હોદ્દેદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા
આવતા વર્ષે ચૂંટણી છે ત્યારે ઊંઘમાંથી જાગેલી કોંગ્રેસ હાઈકમાન્ડની ટીમ દ્વારા સંગઠનમાં શિસ્ત જાળવી રાખવા માટે અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજર રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારો પર ગાજ વિંઝાઈ છે. પાર્ટી દ્વારા લેવાયેલા આ મોટા પગલાં હેઠળ રાજ્યભરના કુલ ૪૯ હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત યુથ કોંગ્રેસના ૨૫ હોદ્દેદારો અને ૨૪ જિલ્લાના પ્રમુખો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. આમ, કુલ ૪૯ હોદ્દેદારોને સંગઠનની જવાબદારીઓમાંથી દૂર કરવામાં આવ્યા છે. ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ અને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી પાછળનું કારણ દિલ્હી ખાતે યોજાયેલી કોંગ્રેસની રેલીમાં હોદ્દેદારોની ગેરહાજરી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા મુજબ, કોંગ્રેસ દ્વારા આયોજિત આ રેલીમાં હાજર ન રહેવાને પગલે સંબંધિત હોદ્દેદારો સામે સંગઠનાત્મક પગલાં લેવામાં આવ્યા છે. કોંગ્રેસ સંગઠનમાં શિસ્ત જાળવવા અને પક્ષના કાર્યક્રમોમાં હોદ્દેદારોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જાેકે, કાર્યવાહી પાછળનું સત્તાવાર કારણ અને સસ્પેન્શન અંગેની વિસ્તૃત વિગતો સામે આવ્યા બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થશે.
એક તરફ ગુજરાતમાં રાજકીય પક્ષો આગામી ચૂંટણીઓ અને સંગઠન મજબૂત કરવાની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ યુવક કોંગ્રેસમાં થયેલી આ મોટી કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. હવે જાેવાનું એ રહેશે કે સસ્પેન્ડ કરાયેલા ૪૯ હોદ્દેદારો આ ર્નિણય સામે શું પ્રતિક્રિયા આપે છે અને ગુજરાત યુવક કોંગ્રેસમાં આગામી દિવસોમાં સંગઠનાત્મક સ્તરે કેવા ફેરફારો કરવામાં આવે છે.

