જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધીશો દ્વારા એક મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો હતો જેમાં, દિવાળીના તહેવારને લઈને ૬ નવેમ્બર થી લઈને ૧૩ નવેમ્બર સુધી ખેતીવાડી ઉત્પન્ન બજાર (યાર્ડ) બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
દર વર્ષનું જેમ આ વર્ષે પણ એક અઠવાડિયા સુધી માર્કેટ યાર્ડ બંધ થયા બાદ લાભ પાંચમ એટલે કે ૧૪મી નવેમ્બર અને શનિવાર થી ફરી એક વખત નવા વર્ષના સોદા કરવાની સાથે જ યાર્ડ શરૂ થશે.
દિવાળીના તહેવારોને લઈને જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું કામકાજ સદંતર બંધ રાખવાનો ર્નિણય યાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. ૬ઠી નવેમ્બર થી લઈને ૧૩ મી નવેમ્બર સુધી માર્કેટિંગ યાર્ડનુ તમામ કામકાજ બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ૧૪ મી નવેમ્બર અને લાભ પાંચમના દિવસ થી નવા વર્ષના સોદા થવાની સાથે જ માર્કેટિંગ યાર્ડ ફરી શરુ થશે.
દિવાળીના આ દિવસો દરમિયાન યાર્ડમાં તમામ પ્રકારની ખરીદ અને વેચાણ પ્રક્રિયા બંધ રાખવામાં આવશે. જેથી ખેડૂતો કે કમિશન એજન્ટો દ્વારા કોઈ પણ પ્રકારની જણસી આ દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં ન લાવવાની વિનંતી યાર્ડના સતાધીશો દ્વારા ખેડૂતો અને કમિશન એજન્ટોને કરવામાં આવી છે.
આ બાબતે જુનાગઢ છઁસ્ઝ્રના ઇન્સ્પેક્ટર રક્ષિત ઠુમરે આપેલી વિગતો અનુસાર આજે બુધવારે કૃષિ જણશોની આવક થયા બાદ તમામ પ્રકારની જણસોની આવક બંધ કરી દેવામાં આવશે. આજે જે જણશોની આવક થઈ ચૂકી છે તેની આવતી કાલે ગુરૂવારે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમિયાન જાહેર હરાજી થી ખરીદ અને વેચાણ થશે, ત્યારબાદ માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
ફરીથી ૧૩મી નવેમ્બર અને શુક્રવારના દિવસે કૃષિ જણસોની તમામ આવક માર્કેટિંગ યાર્ડમાં શરૂ કરી દેવામાં આવશે. શુક્રવારે આવેલી તમામ કૃષિ જણશોની જાહેર અને ખુલ્લી હરાજી માર્કેટિંગ યાર્ડના નિયમો અનુસાર લાભ પાંચમના દિવસથી ફરી એક વખત થશે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યું છે.

