Gujarat

હ્યુમન રાઇટ્સ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર આયલાણીના જન્મદિવસ નિમિત્તે નિવૃત્ત ACP સાહેબની ગુજરાત પ્રમુખ પદે નિમણૂક

હ્યુમન રાઇટ્સ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર આયલાણીના જન્મદિવસ નિમિત્તે નિવૃત્ત ACP સાહેબની ગુજરાત પ્રમુખ પદે નિમણૂક

હ્યુમન રાઇટ્સ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર આયલાણીના જન્મદિવસ નિમિત્તે નિવૃત્ત ACP સાહેબની ગુજરાત પ્રમુખ પદે નિમણૂક

માનવ અધિકાર ક્ષેત્રે કાર્યરત અગ્રેસર સંસ્થા ‘હ્યુમન રાઇટ્સ ફેડરેશન’ ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના જન્મદિનના શુભ અવસર પર સંસ્થા દ્વારા દેશ અને રાજ્યમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ નિમણૂકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ખાસ અવસરે સંસ્થાને નવી ઊર્જા પૂરી પાડવા માટે વિશેષ નિમણૂકો કરાઈ છે.

​સંસ્થા દ્વારા લેવાયેલા આ નિર્ણયો અનુસાર નીચે મુજબના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે:

​એમ.પી. ભોજાણી: LCB, SOG અને SPG જેવા મહત્વના વિભાગોમાં વિસ્તૃત અનુભવ ધરાવતા નિવૃત્ત સહાયક પોલીસ કમિશનર (ACP) એમ.પી. ભોજાણીને ‘ગુજરાત રાજ્ય પ્રમુખ’ તરીકે જોરદાર અને ઉત્સાહભેર જવાબદારી સોંપવામાં આવી છે.

​નીલેશકુમાર પાઠક: ‘સત્ય ની શોધ’ દૈનિક સમાચાર પત્રના તંત્રી (Editor-in-Chief) અને ૨૨ વર્ષનો પત્રકારત્વનો સમૃદ્ધ અનુભવ ધરાવતા નીલેશકુમાર પાઠકને ગુજરાત રાજ્ય પ્રમુખ પદેથી બઢતી આપીને ‘રાષ્ટ્રીય પ્રમુખ’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

​દિનેશભાઈ પરમાર: લાંબા સમયથી સામાજિક કાર્યો સાથે જોડાયેલા દિનેશભાઈ પરમારને ‘આણંદ જિલ્લા પ્રમુખ’ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

​પટેલ યોગેશ: ગ્રામ્ય સરપંચ તરીકેનો અનુભવ ધરાવતા પટેલ યોગેશને ‘ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ’ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

​આ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને હ્યુમન રાઇટ્સ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય ઉપપ્રમુખ ધર્મેશ પોપટ તથા ખજાનચી જીલ સોલંકી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમજ આ નિમણૂક અંગેની સત્તાવાર નકલ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અને વડાપ્રધાન કાર્યાલય (PMO) ને રવાના કરવામાં આવી છે.