Gujarat

DyCM હર્ષ સંઘવીએ મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરના દર્શન કર્યા

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર જિલ્લાના મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણ મહાવીર પ્રભુનાં દર્શન કર્યા. તેમણે ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તથા રાજ્યના નાગરિકો સુખી અને સમૃદ્ધ જીવન જીવે તેવી પ્રાર્થના કરી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. તેમણે કહ્યું કે મહુડીમાં દર્શન કરીને તેમને આનંદ અને શાંતિની અનુભૂતિ થઈ.

તેમણે મહુડીમાં હાજર દર્શનાર્થીઓ અને નગરજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. ગુજરાત સતત પ્રગતિ કરે અને રાજ્યમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ જળવાઈ રહે તેવી ભાવના પણ વ્યક્ત કરી.