જામનગરમાં રહેતા ઉત્તર ભારતીય અને બિહારી પરિવારોએ છઠ પૂજા પરંપરાગત વિધિથી ઉજવી. બાલાજી પાર્ક, સેનાનગર અને રવિ પાર્કમાં પાણીના કુંડ બનાવવામાં આવ્યા હતા.
વોર્ડ નંબર 6ના બાલાજી પાર્ક સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી પૂજા માટે લોકો એકઠા થયા હતા. રોજગારી માટે વતનથી જામનગર આવેલા પરિવારોના વ્રતધારીઓએ કુંડમાં ઊભા રહી છઠ મૈયા અને સૂર્યદેવની પૂજા કરી અને અર્ઘ્ય આપ્યું.
વ્રતધારીઓ પરિવારજનો સાથે પૂજાની સામગ્રી, ફળ અને પ્રસાદ લઈને આવ્યા હતા. તેમણે પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. છઠ પૂજાનાં લોકગીતોથી વિસ્તારો ગુંજી ઉઠ્યા હતા.

