Gujarat

જામજોધપુર પોલીસે કોટડા બાવીશી ગામના પાટિયા પાસેથી વોરંટના આધારે પકડ્યો

જામજોધપુર પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપીને પોલીસે કોટડા બાવીશી ગામના પાટિયા પાસેથી ઝડપી લીધો. આરોપી સામે વોરંટ હતું. લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભા (આઈપીએસ)ના માર્ગદર્શન હેઠળ અને જામજોધપુર પોલીસ મથકના પી.આઈ. એમ. એન. શેખની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન અશોકભાઈ ગાગીયાને બાતમી મળી હતી કે આરોપી ત્યાં ઊભો છે.

આરોપી રૂપેશ અમરાભાઈ છેલાણા (ઉંમર 23 વર્ષ, મજૂરીકામ, રહે. મેલાણ ગામ, તાલુકો જામજોધપુર) સામે પ્રોહિબિશનના ગુનામાં બી.એન.એસ.એસ.ની કલમ 72 હેઠળ વોરંટ હતું. તે ચાર મહિનાથી પોલીસથી બચતો ફરતો હતો. બાતમીના આધારે પોલીસ સ્ટાફ સ્થળે પહોંચ્યો અને રૂપેશ છેલાણાને પકડી લીધો. ત્યાર બાદ પી.આઈ. એમ. એન. શેખે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.