Gujarat

તળાજા બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઇક ચોરાઈ

ભાવનગર જિલ્લાના તળાજા બસ સ્ટેશનના પાર્કિંગમાંથી રાજસ્થાનના યુવકની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ ચોરાઈ ગઈ. યુવકે તળાજા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી છે. તળાજાની એસબીઆઈ બેંકમાં એસોસિયેટ તરીકે નોકરી કરતા ઓમપ્રકાશ રામપ્રસાદ ચૌધરી 20 ઓક્ટોબર 2026ના રોજ દિવાળીની રજાઓમાં વતન જવા નીકળ્યા હતા.

સવારે આશરે 10 વાગ્યે તેમણે પોતાની મોટરસાઇકલ બસ સ્ટેશનના પાર્કિંગમાં મૂકી હતી.ત્યારબાદ તેઓ બસમાં ભાવનગર અને ત્યાંથી રાજસ્થાન ગયા હતા. 12 નવેમ્બર 2026ના રોજ તળાજા પરત ફર્યા ત્યારે પાર્કિંગમાં મોટરસાઇકલ મળી નહોતી. આસપાસ તપાસ કરવા છતાં તેનો પત્તો લાગ્યો નહોતો.

ચૌધરીએ અજાણ્યા શખ્સે મોટરસાઇકલ ચોરી હોવાની આશંકા સાથે ઓનલાઇન પોલીસ અરજી કરી હતી. 13 નવેમ્બર 2026ના રોજ કરેલી અરજી બાદ તેમણે તળાજા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, કાળા રંગની મોટરસાઇકલનો રજિસ્ટ્રેશન નંબર RJ 14 HF 4567 છે અને તેની કિંમત આશરે રૂ. 25 હજાર છે. પોલીસે અજાણ્યા ચોરને શોધવા અને મોટરસાઇકલ પાછી મેળવવા તપાસ શરૂ કરી છે.