Gujarat

સુરત ગ્રામ્યમાં 57 પોલીસકર્મચારીની બદલી

દિવાળી પછી સુરત ગ્રામ્યના SP રાજેશ ગઢિયાએ 57 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીનો આદેશ કર્યો છે. આ બદલીઓમાં અલગ-અલગ પોલીસ સ્ટેશન અને શાખાઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

પોલીસ અધિક્ષકની કચેરીના આદેશ મુજબ, પોલીસ કોન્સ્ટેબલ (UPC), હેડ કોન્સ્ટેબલ (UHC), અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (UASI) અને અન્ય કર્મચારીઓની વહીવટી કારણોસર, જાહેર હિત અને પદની જરૂરિયાત મુજબ બદલી કરવામાં આવી છે.

બદલી પામેલા કર્મચારીઓ ઓલપાડ, મહુવા, કોસંબા, બારડોલી ટાઉન અને ગ્રામ્ય, માંડવી, કડોદરા, કામરેજ, પલસાણા, ઉમરપાડા, એસ.ઓ.જી. અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હતા. આદેશમાં સંબંધિત થાણા અમલદારોને બદલી પામેલા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરીને તેની જાણ કરવા સૂચના આપવામાં આવી છે.