ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે વલવાડા ગામમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરાઈ. મહુવા બેઠકના અંબિકા તાલુકાના વલવાડા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પરંપરાગત આદિવાસી વાજિંત્રો સાથેની રેલીથી થઈ. આદિવાસી સમાજના લોકોએ તેમાં ભાગ લીધો અને પોતાની સંસ્કૃતિ તથા પરંપરાની ઝાંખી રજૂ કરી. મહાનુભાવોના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા.
મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કહ્યું કે ભગવાન બિરસા મુંડાએ 25 વર્ષની ઉંમરે અંગ્રેજ શાસન સામે આદિવાસી સમાજના હક અને સ્વાભિમાન માટે લડત આપી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં 2001થી વિકાસની પરંપરા શરૂ થઈ છે.

